Advertisement

રાજ્યના માધ્યમિક અને ઉ.મા. શિક્ષકોના પડતર પ્રશ્નોના નિકાલ અંગે આંદોલનની ચિમકી

જામનગરમાં બન્ને સંઘો દ્વારા આવેદનપત્ર સુપરત કરાયું

ખંભાળિયા તા. ર૧ઃ સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ.મા. શાળાના શિક્ષકો દ્વારા તેમના વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો અંગે તથા સરકારની વારંવારની ખાતરી છતાં નહીં ઉકેલાતા આંદોલનનો માર્ગ શરૃ કર્યો છે. જેના પ્રથમ ભાગરૃપે જામનગર જિલ્લામાં પણ બન્ને સંઘો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.

જામનગર જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ મહેશભાઈ મુંગરા, મહામંત્રી મયુરસિંહ ચાવડા, ઉ.મા. સંઘના પ્રમુખ રાજેન્દ્રકુમાર કાલરિયા તથા મહામંત્રી જયંતિલાલ સોંદરવાની આગેવાનીમાં આ આવેદનપત્ર અપાયું હતું.

શિક્ષકોની નોકરી પાંચ વર્ષની સળંગ ગણવા, ૧૯-૧-ર૦ર૧ ના સરકારના ઠરાવની વિસંગતતા દૂર કરવા, નવી પેન્શન યોજના નાબૂદ કરીને જુની જી.પી.એફ. સાથેની યોજના દાખલ કરવા તથા સાતમા પગાર પંચના એરિયર્સ આપવા સહિતના પ્રશ્નોના નિકાલ માટે આંદોલનનું અલ્ટીમેટમ અપાયું છે.

બન્ને સંઘો આવેદનપત્ર, ધરણાં તથા છેલ્લે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં સમગ્ર રાજ્યના શિક્ષક હોદ્દેદારો ઉપવાસ આંદોલન કરશે. ર૦ર૦ થી અનેક રૃબરૃ રજૂઆતો કરવા છતાં આ મહત્ત્વના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો ન હોય, શિક્ષકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit