ખંભાળિયા શહેરમાંથી ભારે વાહનો નીકળતા હોવાથી નગરજનો ત્રસ્તઃ ઉગ્ર લડતના એંધાણ

ખંભાળિયા તા.૧૬ઃ ખંભાળિયા-દ્વારકા રોડ પર રીલાયન્સ સર્કલની પાસે ઘી નદી પર જર્જરીત પૂલ હોય જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને ખંભાળિયામાં જામનગર રોડ પરથી સ્ટેશન રોડ, ચાર રસ્તા થઈને પોરબંદર રોડ પરથી ડાયવર્ઝન કાઢવામાં આવતા રોજ મોટી સંખ્યામાં દુકાનો તથા હોસ્પિટલ વાયા રોડ પર સતત ટ્રકો ભારે વાહનો નીકળતા દુકાનદારો ધૂળથી ભરાઈ જતાં હોય તથા આરોગ્યને ખતરારૃપ હોય. આ બાબતે આવેદનપત્ર, રજુઆત તથા કેંડલ રેલી જેવી પ્રવૃત્તિઓ તથા ગાંધીનગર સુધી રજુઆત પછી તંત્ર કડક થતાં ડાયવર્ઝન શરૃ કરાયો પણ તેમાં ભારે વાહનો ના નીકળવા દેવાતા હજુ ભારે ટ્રકો શહેરમાંથી સતત નીકળતા ખુબજ ખરાબ સ્થિતિ થાય છે. ત્રાસી ગયેલા દુકાનદારો, હોસ્પિટલવાળાઓ તથા નાગરિક સમિતિ દ્વારા આ મુદ્દે હવે ઉગ્ર લડતની તૈયારી કરાઈ રહી છે.  નવાઈની વાત છે કે ડાયવર્ઝનમાં તિળયામાં ૨૦ ટન કેપેસીટીના પાઈપ નાખતા હેવી વાહનોને નથી નીકળવા દેતા જયારે ગામના ૧૧૮ વર્ષ જુના ૨૦ ટન કેપેસીટીના ખામનાથ પૂલ પર ૪૦-૪૫ ટન વાહનોને રોજ કાઢવામાં આવે છે !! તે જર્જરીત પૂલ છે છતાં પણ !?

close
Ank Bandh
close
PPE Kit