જામનગર તા. ૨૩ઃ કાલાવડના નીકાવામાં પોલીસે રોડ પર મોટર રાખી દેનાર આસામી સામે ગુન્હો નોંધ્યો છે જયારે એક મોટરમાંથી ધોકો મળી આવતા પોલીસે તેના ચાલક સામે કાર્યવાહી કરી છે.
કાલાવડ તાલુકાના નીકાવા ગામમાં ગઈકાલે પોલીસે કરેલા પેટ્રોલીંગમાં બસ સ્ટેન્ડ રોડ પર ટ્રાફીકને અડચણરૃપ થાય તે રીતે પોતાની જીજે-૧૦-બીજી-૩૩૬૮ નંબરની ઈકો મોટર રાખીને ઉભેલા રવિ મુળજીભાઈ ઝીઝુવાડીયા નામના શખ્સ સામે પોલીસે ગુન્હો નોંધી તેની મોટર કબ્જે કરી છે. તે ઉપરાંત નિકાવામાંથી પસાર થયેલી જીજે-૧૦-ટીએકસ-૨૨૫૯ નંંબરની બોલેરો મોટરને પોલીસે રોકાવી ચેક કરતા તેમાંથી ધોકો મળી આવ્યો હતો. પોલીસે આણંદપર ગામના વસીમ ભીખાભાઈ સંધી નામના શખ્સની જીપીએકટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુન્હો નોંધી અટકાયત કરી છે.