| | |

જાયન્ટસ ગ્રુપ ઓફ જનસેવા દરેડ દ્વારા જાયન્ટસ વીકની ઉજવણી

જામનગર તા. ૧૦ઃ જાયન્ટસ ગ્રુપ ઓફ જનસેવા દરેડ દ્વારા શાંડીલ્ય વિદ્યાલયમાં જાયન્ટસ વીકની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળ માનસ અને સ્પોર્ટસને લગતી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. વૃક્ષારોપ સહિતના વિવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પંચાયતનગરના મેનેજિંગ ટ્રસ્ટી દેવેન્દ્રસિંહ પરમાર, શાંડિલ્ય વિદ્યાલયના પ્રમુખ એમ.યુ.સોરઠીયા તથા કારોબારી સભ્યો, શાંડિલ્ય વિદ્યાલયના આચાર્ય મંગેરાભાઈ તથા સ્ટાફ ૫૦થી પણ વધુ બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળકો દ્વારા બેટી બચાવો વિશે ડીબેટ પણ યોજવામાં આવી હતી.

આ પ્રસંગે જાયન્ટસ યુનિટ ડાયરેક્ટર જયદેવભાઈ ભટ્ટ, પ્રમુખ નિશાબેન પુંજાણી, ડી.એ.રેહાનાબેન ઝવેરી, નીતિનભાઈ ગજ્જર, વિરલભાઈ નાકર (શાસ્ત્રી) પણ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાંડિલ્ય વિદ્યાલયના સ્ટાફ તેમજ પ્રોજેક્ટ ઈન્ચાર્જ ડો.મીરાબેન ગોહિલે ઉઠાવી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit