વિરોધ પક્ષના કોર્પોરેટરો અને ગઢની રાંગની અંદરના વિસ્તારના લોકો દ્વારા નવતર આંદોલન

જામનગર તા. ૧૯ઃ જામનગરની ગઢની રાંગની અંદરના વિસ્તારના લોકોએ તથા વિરોધ પક્ષના કોર્પોરેટરોએ વોર્ડ નં. ૧ર ના વિરોધ પક્ષના પૂર્વ નેતા અસલમ કરીમભાઈ ખીલજીની આગેવાની હેઠળ રંગમતી-રિવરફ્રન્ટની કેનાલના નબળા કામ-ભ્રષ્ટાચાર અંગે કોઈ પગલાં નહીં લેવાતા આજે યોજાયેલ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં કોર્પોરેટરોને જતાં રોકવાનો નવતર પ્રયોગ કર્યો હતો અને પગથિયા પર ખેંચીને કોર્પોરેટરોને રોક્યા હતાં. આ તકે ડે. મેયર કરસન કરમુરને આવેદનપત્ર આપી વિસ્તૃત રજૂઆત કરી ઉગ્ર આંદોલનની ચિમકી આપવામાં આવી હતી.

આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે જામનગર શહેરમાં વર્લ્ડ બેંક સહાય આઈ.સી.ઝેડ.એમ. પ્રોજેક્ટ ગ્રાન્ટ અંતર્ગત જે તે સમયે ૧પ૮.૩૩ કરોડના પ્રોજેક્ટ કોસ્ટ સાથે સરકારશ્રી દ્વારા અલગ-અલગ કમ્પોનન્ટના કામો મંજુર કરવામાં આવેલ હતાં. આ સમગ્ર પ્રોજેક્ટના દરેક કામોની ટેડર પ્રક્રિયા સરકારશ્રીના ગુજરાત ઈકોલોજી કમિશન દ્વારા કરવામાં આવેલ  હતી અને દરેક કામોના કન્સલ્ટન્ટ તરીકે મેં. મોટ મેક ડોનાલ્ડ પ્રા.લિ.ની નિમણૂક કરવામાં આવેલ હતી. આ પ્રોજેક્ટ અન્વયેના તમામ કામોનો સર્વે ડિઝાઈન ડ્રોઈંગ, એપ્રુવલ, સુપરવિઝન ક્વોલિટી વર્કમેન શીપ વગેરે સહિતની તમામ બાબતો પી.એમ.સી. મેં.મોટ મેક ડોનાલ્ડ પ્રા.લિ. દ્વારા અને જામનગર મહાનગરપાલિકાના અધિકારી દ્વારા જોવામાં આવેલ છે તેમજ જે-તે સમયના પદાધિકારીની મીલીભગતથી મેં. દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઈન્ફ્રાકોન પ્રા.લિ. કંપનીને ૬.૭૧ કરોડ ખર્ચની મંજુરી અને સ્ટેન્ડીંગ કમિટીએ મંજુર કરેલ હતું. આ કામ પૈકી તા. ૧૯.૯.ર૦૧૮ ના સામાન્ય સભામાં મેયર દ્વારા થર્ડ પાર્ટી દ્વારા તપાસનો ભૂગર્ભ શાખાના કોઈ જવાબદાર અધિકારીએ વિઝીટ કરેલ નથી. આ પાઈપ ગટરનું ૬.૭૧ કરોડનું કામનું એ હેતુથી મંજુર કરેલ હતું કે ગઢની રાંગના અંદર રહેલા વિસ્તારના લોકોનું ગંદુ પાણી આ કેનાલમાં સમાવેશ કરવાનું થતું હતું.

૬.પ૦ કરોડ રૃપિયાની જે રિવરફ્રન્ટ ભૂગર્ભ ગટરનું જે કામ થયેલ છે તેમાં પટણીવાડ, પુરબિયાની ખડકી બહાર બનીયા વિસ્તારમાં છેલ્લા ૧ માસથી લેખિત તથા મૌખિક ફરિયાદ કરેલ છે. ભૂગર્ભ ગટરનું પાણી રોડ ઉપર આવી ગયેલ હોય, લોકોના ઘર પાસે ગટરનું પાણી ભરાય ગયલ છે. તેની અસર સીધા ર૦૦ જેટલા ઘર પર પડેલ છે અને ગઢની રાંગના અંદર વિસ્તારમાં નળવાળી વાવથી ઘાંચીની ખડકીથી કાલાવડ બ્રિજથી બનિયાવાળું ભાગ તેમજ ધુંવાવ ગામથી બચુનગર થઈ અને છેટ નાગેશ્વર સુધી આ લાઈન જતી હોય અને ગઢની રાંગના અંદર રહેતા આશરે અડધા લાખ લોકો ઉપર આ કેનાલની અસર થાય છે અને રંગમતી સોસાયટી કાલાવડ બ્રિજ પાસે આખે આખી લાઈન જ પણ ફેઈલ હોય અને ત્યાં ઊભું રહેવું પણ મુશ્કેલ હોય અને પસાર થવું પણ ખૂબ જ મુશ્કેલ હોય અને ગંદકીના કારણે લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે. ડેન્ગ્યૂ જેવા જીવલેણ રોગોની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડે છે. લોકો ભયના માહોલમાં હોય તેના કારણે વિસ્તારમાં રહેતા લોકોમાં આક્રોશ છે.

સામાન્ય સભામાં લેખિત તથા મૌખિક રજૂઆતો રચવા અને વિજિલિયન્સ મારફત તપાસની રજૂઆતો કરે છે. જેમાં જે-તે વખતે સામાન્ય સભામાં અધ્યક્ષ દ્વારા વિજિલિયન્સ મારફત તપાસ કરાવવાનું જણાવાયું છે, છતાં પણ હજી સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. છેલ્લા ચાર માસથી સતત ભૂગર્ભ શાખાના અધિકારીઓ અને સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદારો દ્વારા કેનાલ ચાલુ કરવાના પ્રયત્ન કરે છે, પરંતુ આ કેનાલ આખેઆખી ફેઈલ જ થઈ ગઈ છે. માટે તાત્કાલિક ધોરણે ત્યાં નવી કેનાલ બનાવવામાં નહિં આવે તેમજ કોન્ટ્રાક્ટ ઉપર તેમજ જે-તે જવાબદાર અધિકારી ઉપર તાત્કાલીક પગલાં લેવામાં નહિં આવે તો નાછૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવની ફરજ પડશે અને ન્યાયપાલિકાના દ્વાર ખખડાવવાની પણ ફરજ પડશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit