બેંકમાં જવાનું કહી ઘેરથી નીકળ્યા પછી નગરના મહિલા થયા લાપત્તા

દ્વારકેશ પાર્કમાંથી પરિણીતા થઈ ગયા ગુમઃ

જામનગર તા.૧૬ઃ જામનગરના રામેશ્વરનગર પાછળના  દ્વારકેશ પાર્કમાં રહેતા એક મહિલા અને નવાગામ ઘેડમાં રહેતા એક પરિણીતા પોતાના ઘરેથી નીકળ્યા પછી ગુમ થઈ જતાં તેમના પરિવારે પોલીસમાં જાણ કરી છે. પોલીસે બન્ને વ્યકિતઓના ફોટા, વર્ણન વગેરે વિગતો મેળવી તપાસ હાથ ધરી છે.

જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા માટેલ ચોક નજીકના દ્વારકેશ પાર્કની શેરી નં.૩ માં રહેતા શર્મીલાબેન વિરેન્દ્રભાઈ રાવલ ઉર્ફે સીમાબેન (ઉ.વ.૪૫) નામના વિપ્ર પરિણીતા પોતાના ઘરેથી કંઈ જ કહ્યા વગર નીકળ્યા પછી ઘેર પરત નહીં ફરતા તેમના પરિવારે પોલીસને જાણ કરી છે. પોલીસે તે મહિલાનો ફોટો, વર્ણન વગેરે મેળવી તપાસ હાથ ધરી છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ગાયત્રી ચોક પાછળની મંદાભાઈની વાડીની શેરી નં.૨ માં વસવાટ કરતા જયાબેન જયેશભાઈ મકવાણા નામના ૩૨ વર્ષના કોળી પરિણીતા પોતાના ઘરેથી બેંકમાં જવાનું કહીને નીકળ્યા પછી ઘેર પરત નહીં આવતા તેમના પરિવારે તપાસ કરાવ્યા પછી પોલીસમાં જાણ કરી છે. આ મહિલાના વર્ણન, ફોટો વગેરે વિગતો મેળવી પોલીસે તપાસ શરૃ કરી છે.

close
Ank Bandh
close
PPE Kit