નિફટી ફયુચર ૧૦૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

સેન્સેક્સ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૫૮૪૩.૭૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૬૦૨૫.૩૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૫૮૭૨.૩૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૨૩૭.૮૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૩.૭૮ પોઈન્ટના ઉછાળા સાથે ૩૬૦૦૭.૪૮ પોઈન્ટ

મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૫૩૯.૭૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૫૯૭.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૫૪૨.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૫૭.૨૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૫૬૧.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીયે તો...

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોરોના મહામારી વચ્ચે વૈશ્વિક ફાર્મા કંપની ફાઇઝર અને બાયોટેક ફર્મ બાયોએનટેક દ્વારા બનાવવામાં આવેલ પ્રાયોગિક કોવિડ-19 વેક્સિનનું પહેલુ ક્લીનિકલ ટ્રાયલ સફળ રહ્યું હોવાના અહેવાલ સાથે વૈશ્વિક અર્થતંત્રને પુન: રિકવરીના પંથે લાવવા યુરોપ, અમેરિકાના દેશો દ્વારા નવા સ્ટીમ્યુલસ પેકેજની થઈ રહેલી તૈયારીએ વૈશ્વિક બજારોમાં તેજી સાથે સ્થાનિક સ્તરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ એનબીએફસીઝ અને હાઉસીંગ ફાઈનાન્સ કંપનીઓ માટે સ્પેશ્યલ લિક્વિડિટી સ્કીમ મંજૂર કરાયાના સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. આ સાથે આર્થિક - રોજગારી સહાયને પરિણામે ગ્રામીણ અર્થતંત્ર વેગ પકડવાની અપેક્ષાએ ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણના જૂન મહિનાના આંકડામાં ઘટાડા છતાં અપેક્ષા કરતાં વેચાણમાં વધારો નોંધાતા પોઝિટીવ અસરે ભારતીય શેરબજારમાં તેજી આગળ વધી હતી. ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૬% ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે S&P 500 ૦.૪૫% અને નેસ્ડેક ૦.૫૨% વધીને સેટલ થયા હતા. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૬% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો બીએસઈ પર આજે ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ટેકનો શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી, તેમજ અંદાજીત અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૩૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૬૦ અને વધનારની સંખ્યા ૧૨૪૫ રહી હતી. ૧૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૭૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૩૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ....

ડીવી’ઝ લેબ (૨૨૦૯) : ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૮૮ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૨૧૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૪૪ થી રૂ.૨૨૭૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

HCL ટેકનોલોજી (૫૭૪) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૫૬૦ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ..!!! રૂ.૫૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૫૮૮ થી રૂ.૬૦૨ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

બાયોકોન લિ. (૩૯૫) : રૂ.૩૮૦ નો પ્રથમ તેમજ રૂ.૩૭૩ ના બીજા સપોર્ટથી બાયોટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૪૦૮ થી રૂ.૪૧૮ સુધીની તેજી તરફી રુખ નોંધાવશે....!!!

અદાણી પોર્ટ (૩૫૦) : મરીન પોર્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૫૭ થી રૂ.૩૬૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૩૪૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો....!!!

હિન્દ પેટ્રો (૨૧૬) : રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૦૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક PSU ઓઈલ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૨૪ થી રૂ.૨૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ....!!!

બજારની ભાવિ દિશા....

મિત્રો, અનલોક - ૧ના અમલ સાથે જ ભારતીય અર્થતંત્રમાં એપ્રિલ-મે મહિનાની સરખામણીમાં જૂન મહિનામાં મોટી રિકવરી જોવા મળી હતી. જૂનમાં GST કલેક્શન તીવ્ર ઉછાળા સાથે પ્રિ-લોકડાઉનના સ્તરની નજીક પહોંચી ગયું હતું, જે મે મહિનાની તુલનામાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. લોકડાઉન હળવું થયાના પ્રથમ મહિનામાં જ આર્થિક પ્રવૃત્તિએ ઝડપી રિકવરી દર્શાવી છે. જે ભારતીય અર્થતંત્ર માટે એક ખૂબ જ પ્રોત્સાહક સંકેત છે. ઉલ્લેખનીય છે કે, ૦૧ જૂનથી શરૂ થયેલા અનલોક - ૧ માં સરકારે મોટા પાયે નિયંત્રણ હળવાં કર્યાં હતાં, તેમજ ૦૧ જુલાઈથી અંકુશમાં વધુ છૂટછાટની જાહેરાતો કરવામાં આવી છે. જૂન મહિનાના મેન્યુફેક્ચરિંગ PMIએ પણ અર્થતંત્રની રિકવરી માટે પ્રોત્સાહક સંકેત આપ્યો છે. બજાર અત્યાર સુધી ભૂરાજકીય તંગદિલીની સંભવિત અસર અને કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં ઉછાળાનાં પરિબળોની અવગણના કરતું રહ્યું છે. તબક્કાવાર ધોરણે ફરી ચાલુ થયેલી બિઝનેસ પ્રવૃત્તિઓમાં અને કેટલાંક કન્ઝમ્પ્શન સેક્ટરોમાં ધારણા કરતાં વધુ વહેલી રાબેતા મુજબની સ્થિતિથી બજારને પોઝિટિવ અસર થઈ રહી છે. આગામી દિવસોમાં કોરોના વાઇરસની વેક્સિન તૈયાર થઈ જશે તો વર્ષ ૨૦૨૦ના બીજા છ મહિનામાં પણ બજારમાં અપટ્રેન્ડ ચાલુ રહેવાની ધારણા છે. જો આ મહામારીની વેક્સિનની શોધ નહીં થાય તો વર્ષના બીજા છ મહિનાથી બજારમાં કરેક્શન જોવા મળી શકે છે, કારણ કે બજારના નબળા અર્નિંગની અસર ચાલુ થશે. આ ઉપરાંત ભૂરાજકીય જોખમ પણ મહત્ત્વનું પરિબળ બનશે.

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit