અલોહા એશ્યોર એકેડેમી (જોલીબંગલો) સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે વિજેતા

અમદાવાદમાં રાજ્યકક્ષાની એરીથમેટીક સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં જામનગરના અલોહા એશ્યોર એકેડેમી (જોલી બંગલો સેન્ટર)ના પાંચ વિદ્યાર્થીઓએ એવોર્ડ જીત્યા હતા અને જામનગરનું સેન્ટર સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે વિજેતા જાહેર થયું હતું. જામનગરના રીયા સરવૈયા, સ્મીત રાયચુરા, આરૃશ દેવકરા, વેદાંગી ગોરસીયા તથા ધ્રુવી વસોયાને એવોર્ડ મળ્યા હતા. આગામી દિવસોમાં ચેન્નાઈમાં રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે સેન્ટરના વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે. સેન્ટરના મેનેજર ચાંદનીબેન શાહ, સેન્ટર ડિરેક્ટર ઉદયભાઈ કટારમલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit