લોહાણા સમાજ પરમાર્થી અને પથદર્શક છેઃ હકુભા જાડેજા

દ્વારકા તા. ૧પઃ રાજયમંત્રી હકુભા જાડેજા દ્વારકામાં રઘુવંશી સમાજ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં પહોંચ્યા હતા, આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, લોહાણા સમાજ હંમેશાં પરમાર્થી અને પથદર્શક રહ્યો છે. કથાશ્રવણથી પુણ્યનું ભાથુ બંધાય છે.

દ્વારકા તીર્થ ક્ષેત્રમાં સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા લોહાણા મહાજન વાડીના નવ નિર્માણર્થે યોજાયેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ગુજરૃાતના રાજ્યમંત્રી હકુભા જાડેજાએ ઉપસ્થિત રહીને સમાજ દ્વારા થતા ધાર્મિક કાર્યો બિરદાવતા કહ્યું હતું કે, ભાગવત જીવને ધન્ય બનાવે છે. જે સ્થળ ઉપર આપણે જન્મ અને ત્યાં જ કથાનું શ્રવણ એ આપણા માટે સદ્ભાગ્ય અને પુણ્યનું ભાથું બાંધવાનો શ્રેષ્ઠ અવસર કહી શકાય.

લોહાણા સમાજ અંગે ખાસ નોંધ લેતા રાજયમંત્રીએ કહ્યું હતું કે, લોહાણા સમાજ સૌથી શ્રેષ્ઠ સમાજ છે. આ સમાજ દરેક સમાજને નવી દિશા અને રાહચીંધીને અન્ય સમાજોને ઉપયોગી બનવાનું શ્રેષ્ઠ કાર્ય કરે છે. આ સમાજના ધર્મયજ્ઞમાં મને ઉપસ્થિત થવાનો મોકો મળ્યો તેથી મારી જાતને હું ખૂબ જ ભાગ્યશાળી માનું છું, અને ધન્યતા અનુભવું છું.

વર્ષ-ર૦૦૯ ના સ્મરણો યાદ કરતા હકુભાએ કહ્યું હતું કે, તેમના જન્મ સ્થળ ભોગાત ગામે ભાગવત સપ્તાહનું આયોજન કર્યુ હતું તે દરમિયાન સમસ્ત દ્વારકાવાસીઓનું સમૂહ ભોજન (પ્રસાદ) તથા દ્વારકાધીશજીને ધ્વજારોહણ કર્યુ હતું. મારા જેવી વ્યક્તિને મનુષ્ય અવતાર મળ્યો, તેથી વધુને વધુ ધર્મકાર્ય દ્વારા સેવા કરવાની મને પ્રેરણા મળે તેવી ઈશ્વરને પ્રાર્થના કરૃં છું, અને સૌને આ કથા પ્રેરણા આપે તેવી શુભકામના વ્યક્ત કરૃં છું. (તસ્વીરઃ રવિ બારાઈ)

close
Ank Bandh
close
PPE Kit