Advertisement

ગોકુલનગરમાં મકાનમાં જામેલા જુગાર પર પોલીસનો દરોડોઃ છ શખ્સ ઝડપાયા

નરમાણામાં તીનપત્તી રમતા નવ મહિલા સામે ગુન્હોઃ

જામનગર તા. ૨૭ઃ જામનગરના ગોકુલનગરમાં શનિવારે રાત્રે એક મકાનમાં પોલીસે દરોડો પાડી જુગાર ઝડપી લીધો હતો. ત્યાંથી છ પત્તાપ્રેમી પકડાયા હતા. ઉપરાંત નરમાણા ગામમાંથી નવ મહિલા તીનપત્તી રમતા મળી આવ્યા હતા અને જોગવડ પાસેથી ચાર પન્ટર પાના ટીચતા ઝડપાયા હતા. ખીમરાણામાં જુગાર રમતા પાંચ શખ્સ પોલીસને જોઈને ભાગી ગયા હતા અને એક પકડાઈ ગયો હતો.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી બા૫ા સિતારામ પાનવાળી ગલીમાં શનિવારે રાત્રે એક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી સી ડિવિઝનના પીએસઆઈ આર. એલ. ઓડેદરા તથા સ્ટાફે ત્યાં આવેલા નીતિન ભૂરાભાઈ કોળી નામના શખ્સના મકાનમાં દરોડો પાડયો હતો. તે મકાનમાં નીતિનને નાલ આપી ગંજીપાનાથી જુગાર રમતા ભૂપત નાથાભાઈ ગાગલીયા, રાજુ પરબતભાઈ શીર, મુકેશપુરી ઉમેદપુરી ગોસ્વામી, વિપુલ રામાભાઈ પીપરોતર, અરવિંદ મોહનભાઈ વાઘેલા નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા. ૩૧,૮૮૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં શનિવારે સાંજે તીનપત્તી રમતાં મોહન મગનભાઈ કટેશીયા નામના શખ્સને પોલીસે પકડી લીધો હતો. જ્યારે પોલીસને જોઈને દેવુભા ઉમેદસિંહ જાડેજા, શાંતિભાઈ બેચરભાઈ કટેશીયા, રામસિંહ જોરૃભા જાડેજા, મુન્ના ધીરૃભા જાડેજા, મેમાન સતવારા નામના પાંચ શખ્સ નાસી ગયા હતા. પોલીસે પટમાંથી ૧૫૨૦ રોકડા કબ્જે લીધા છે.

જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં શનિવારે બપોરે જાહેરમાં તીનપત્તી રમતા શોભનાબેન રમેશભાઈ મકવાણા, વજીબેન નાથાભાઈ વાલવા, પુરીબેન ઝીણાભાઈ ટોયટા, નગ્માબેન પેથાભાઈ વાલવા, કમળાબેન પુંજાભાઈ વાલવા, ફરઝાના હુસેનભાઈ ગડણ, કોમલ ચંદુભાઈ ચૌહાણ, ખીમીબેન પાલાભાઈ પાંચાલ, સંગીતાબેન જેઠાભાઈ ખરા નામના નવ મહિલા પકડાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૃા. ૩૨૬૦ કબ્જે લીધા છે.

લાલપુર તાલુકાના જોગવડના રાણીશીપ નજીક આશાપુરા મારબલ પાસે શનિવારે રાત્રે તીનપત્તી રમતા વિપુલ સુભાષભાઈ ખેતીયા, રાજેશ વાલજીભાઈ મકવાણા, મહોબતસિંહ શિવુભા જાડેજા, અનિલ સુભાષભાઈ ખેતીયા નામના ચાર શખ્સને પોલીસે પકડી પાડયા હતા. પટમાંથી રૃા. ૧૩,૦૦૦ કબ્જે થયા છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit