Advertisement

જામનગર મહાનગર પાલિકાના અવેજી સફાઈ કામદારને પુનઃ નોકરી આપો

જામનગર તા. ૨૯ઃ જામનગર મહાનગર પાલિકાના એસએસઆઈના સાચા-ખોટા રિપોર્ટના કારણે અવેજી સફાઈ કામદારોને છૂટા કરાયા હતાં તેમને પુનઃ ફરજમાં લેવા અંગે મ્યુનિ. કમિશનર સમક્ષ રજુઆત સાથે માંગણી કરવામાં આવી છે.

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમીત પરમાર અને જામનગર શહેરના પ્રમુખ મહેશ બાબરીયાએ આ રજુઆતમાં જણાવ્યું છે કે ભૂતકાળમાં અવેજી સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી હતી. જયારે આવા સફાઈ કામદારો ગેરહાજર હોય ત્યારે એસએસઆઈના સાચા-ખોટા રિપોર્ટના કારણે અનેક કામદારોને છૂટા કરવામાં આવ્યા હતાં. જેમાં અમૂક કામદારોને અન્યાય થયો છે. આથી તમામને નહી પરંતુ તેમની આર્થિક સ્થિતિ નબળી છે અને જેને ભૂલનો પશ્ચાતાપ છે તેમને પુનઃ નોકરીમાં લેવા જોઈએ.  તે પણ નવા અવેજી કામદાર તરીકે લેવામાં આવે તો પણ વાંધો નથી અને આવા કામદારો કોઈ હક્ક હિસ્સાની માંગણી કરશે નહી અને મહાનગરપાલિકાનો નિર્ણય માન્ય રાખશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit