મોબાઈલ ફોન દ્વારા ગુજકેટના વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે સુવિધા

જામનગર તા. ર૩ઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે કે, કોવિડ-૧૯ ની પરિસ્થિતિ જોતા ધોરણ ૧૦, ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહ, ધોરણ-૧ર સામાન્ય પ્રવાહના તેમજ ગુજકેટ પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્યો દ્વારા પરીક્ષાને લગતા પ્રશ્નો અને મુંઝવણો દૂર થાય તે માટે બોર્ડ દ્વારા ધોરણવાર મુંઝવતા પ્રશ્નોની પૂછપરછ માટે મોબાઈલ નંબર જાહેર કરાયા છે. પ્રશ્નો માટે સવારે ૧૦.૩૦ કલાકથી સાંજે ૬.૩૦ કલાક દરમિયાન ધોરણ-૧૦ માટે, બી.એ. ચૈધરી, મો.નં. ૬૩પ૯૪ ૧૮૯૮૮ પર અથવા ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ પરીક્ષા માટે વી.જે. દેસાઈ મો.નં. ૭પ૬૭૯ ૧૮૯૬૮ પર  અને ધો. ૧ર સામાન્ય પ્રવાહ માટે બી.સી. પટેલ મો. ૭પ૬૭૯ ૧૮૯૩૮ઉપર મુંઝવતા પ્રશ્નો પૂછી શકાશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit