મુખ્યમંત્રીની સાધુ-સંતોને હૈયાધારણાઃ 'પબુભા માણેક માફી માંગશે': વિવાદ ઉકેલાશે?

ગાંધીનગર તા. ૩૦ઃ દ્વારકામાં કથાકાર મોરારિબાપુ દ્વારકાધીશજી સમક્ષ માફી માંગવા આવ્યા ત્યારે તેમના પર પબુભા માણેકના હુમલાના પ્રયાસ અંગેની ઘટના સંદર્ભમાં બારથી વધુ મહામંડલેશ્વરોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને જઈને પબુભા માણેક સામે સરકારે શું પગલાં લીધા તે અંગેની જાણકારી મેળવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી સાથે મુલાકાત કરી હતી.

લીંબડીના નિમ્બાર્ક પીઠના લલિત કિશોરબાપુ સાથે દૂધરેજના કનીરાયજી, જગન્નાથ મંદિરના દિલીપદાસજી, સાયલા, પાળીયાદ, દુધઈ સહિતના મહામંડલેશ્વરો જોડાયા હતાં.

મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ સાધુ-સંતોના પ્રતિનિધિ મંડળને એવી હૈયાધારણા આપી હતી કે પબુભા માણેક મોરારિ બાપુને ત્યાં જઈને તેમની માફી માંગી લેશે, જો કે આ તકે સાધુ-સંતોના પ્રતિનિધિ મંડળે પબુભા માણેક સામે ભાજપ પણ કડક પગલાં ભરી તેમને ભાજપમાંથી હાંકી કાઢવાની માંગણી કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ અખબારી અહેવાલો અને સાધુ-સંતોના જણાવ્યા પ્રમાણે પબુભા માફી માંગી લેશે તેના કારણે દ્વારકા પંથકમાં રાજકારણમાં ગરમાવો આવે તેવી શક્યતા છે.

પબુભા માણેક માફી માંગે તો શું અને ન માંગવાની જીદ પર અડગ રહે તો શું તેવી ચર્ચાઓ વહેતી થઈ છે.

મહામંડલેશ્વર સાથેની મુલાકાત વેળાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી સાથે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit