અમદાવાદમાં યોજાનારી રાજ્યકક્ષાની'બેટલ ઓફ બ્રેઈન' સ્પર્ધાની તૈયારી

જામનગર તા. ૧૯ઃ આગામી તા. ૨૪ નવેમ્બરના રાજ્યકક્ષાની મેન્ટલ એરીથમેટીક એટલે કે માનસિક અંક ગણિતની રાજ્ય સ્તરની સ્પર્ધા અમદાવાદમાં યોજાનાર છે. આ સ્પર્ધા માટે જામનગરની એશ્યોર એકેડેમી જોલી બંગલો સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓને ટ્રેઈન કરવામાં આવી રહ્યા છે.

સમગ્ર ગુજરાતમાં જામનગરનું એક આગવું સ્થાન ઉભું કરવામાં આ સંસ્થા સફળ રહી છે.

રાજ્યસ્તરની સ્પર્ધા ઓ.એમ.આર. અને નોન ઓ.એમ.આર. પદ્ધતિથી લેવામાં આવતી હોય છે. જેમાં વય તેમજ લેવલ મુજબ વિદ્યાર્થીઓને ૬ મિનિટના સમયગાળામાં ૭૦ થી ૧૨૦ જેટલા દાખલાઓ ગણવાના હોય છે. આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં સ્પીડ, એકાગ્રતા, તથા નિડરતા જેવી અનેક આવડતમાં ખૂબ જ વધારો થતો જોવા મળે છે. એશ્યોર એકેડમી સતત ૧૫ વર્ષથી વિદ્યાર્થીઓને આ પ્રકારની સ્પર્ધા માટે તૈયારી કરતી આવી છે. એકેડમીએ વિદ્યાર્થીઓ માટે ખાસ અલગ પ્રકારની ફોર્મેટ ડિઝાઈન કરેલ છે જેનાથી વિદ્યાર્થીઓની અનેક સ્કીલ્સમાં વધારો થાય છે અને સાથે સાથે વિદ્યાર્થીઓ ગમ્મતની સાથે આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકવા માટે તૈયાર પણ થાય છે. ગત વર્ષોમાં આ સંસ્થાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય લેવલ પર વિજેતા થઈ ચૂક્યા છે. આ તકે જામનગરના દરેક વિદ્યાર્થીઓ તથા વાલીઓને આગામી મંગળવારના તા. ૧૯ નવેમ્બર, સાંજે ૫ વાગ્યે વિદ્યાર્થીઓના અસામાન્ય પર્ફોર્મન્સને નિહાળવા માટે આવવા જણાવ્યું છે. બાળકોના વાલી ફોન (૯૮૯૮૧૯૯૯૫૮ અથવા ૦૨૮૮-૨૫૬૭૩૭૩/૭૪) દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit