ડોન દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં હોવાના પાકા પુરાવા

દિલ્હી તા. ૩ઃ ભારતમાં બોમ્બ બ્લાસ્ટનો આરોપી ડોન દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં જ છૂપાયો છે, અને કરાંચીથી તેનો અડ્ડો બોદલ્યો નથી, તેવા પાકા પુરાવા પોલીસ પાસે હોવાનું જાણવા મળે છે.

ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ ઈબ્રાહીમ છેલ્લા ત્રણ વર્ષથી કોઈની સાથે ફોન પર વાત કરતો નથી. તે પોતાની સુરક્ષાને લઈને ખૂબ એલર્ટ છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે, દાઉદ અત્યારે પણ તેના સાથીઓ સાથે પાકિસ્તાનમાં છૂપાયેલો છે. તેના પાક્કા પુરાવા પણ મળ્યા છે. દિલ્હી પોલીસે તેનો છેલ્લો કોલ નવેમ્બર ર૦૧૬ માં રેકોર્ડ કર્યો હતો. દાઉદ ૧૯૯૩ માં થયેલા બોમ્બ બ્લાસ્ટ પછી મુંબઈ છોડીને ભાગી ગયો હતો.

ઈન્ટેલિજન્સ એજન્સીની મદદથી ત્રણ વર્ષ પહેલા અંદાજે ૧પ મિનિટનું રેકોર્ડિંગ થયું છે, ત્યારે દાઉદ કરાંચીથી તેના ફોનથી દુબઈમાં આવેલા તેના સહયોગી સાથે વાત કરી રહ્યો હતો., ત્યારે કહેવામાં આવ્યું હતું કે તે હૃદયની કોઈ બીમારીથી પીડિત છે અને કરાંચીની હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ તેના ભાઈ અનીસ ઈબ્રાહીમે આ વાત નકારી દીધી છે.

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કદાચ હવે તે ફોનનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે દાઉદે કરાંચીથી તેનો અડ્ડો બદલી નાખ્યો છે. અમારી પાસે એ સાબિત કરવા માટે પૂરતા પુરાવા છે કે, દાઉદ અને તેના ખાસ માણસો હજી પણ પાકિસ્તાનમાં કોઈ કાવતરૃ ઘડી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મધ્ય-પૂર્વ અને યુરોપમાં ડી-કંપની પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલ સક્રિય થતા દેખાય છે. ત્યારપછીથી દાઉદ અને તેનો ભાઈ અનીસ સેલફોનનો ઉપયોગ પણ ટાળી રહ્યા છે. દાઉદનો ખાસ છોટા સકીલ પણ સાવધાની રાખી રહ્યો છે. મુંબઈના પ્રભાવશાળી ઉદ્યોગપતિઓને પણ ધમકીઓ આપીને પૈસા વસૂલવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વાતચીત દરમિયાન (ર૦૧૮) માં એવું લાગતું હતું કે તેણે દારૃ પીધો છે. કારણ કે તે સમયે તેનો અવાજ થોડો લથડી રહ્યો હતો. તે સમયે જે વાત રેકોર્ડ કરવામાં આવી છે તે તેમની અંગત વાત હતી અને તેમાં અંડરવર્લ્ડની કોઈ ગતિવિધિની યોજનાનો ઉલ્લેખ કરવામાં નહતો આવ્યો. તેમણે જણાવ્યું કે, ત્યારપછી આ મામલે ઉચ્ચ સ્તરીય વાતચીત પણ થઈ હતી. તેમાં ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી) અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) ના સિનિયર અધિકારીઓ સામેલ થયા હતાં.

રોએ દાઉદનું ફોન રેકોર્ડિંગ ઘણી વખત કર્યું હતું. તે સમયે દિલ્હી પોલીસ કમિશનર નીરજ કુમાર દ્વારા જૂન ર૦૧૩ માં રેકોર્ડ કરવામાં આવેલી અંડરવર્લ્ડની સૌથી ચર્ચિત વાતચીત હતી. દાઉદનો ૧૯૯૪ થી પીછો કરી રહેલા નીરજ કુમારે કહ્યું કે, સ્પોર્ટ ફિક્સિંગની તપાસ દરમિયાન અમે દાઉદનો અવાજ સાંભળ્યો હતો. આ મામલે આઈપીએલના ઘણાં ક્રિકેટરોને આરોપી બનાવવામાં આવ્યા હતાં.

નરીજ કુમારે દાઉદના સહયોગી ઈકબાલ મિર્ચિ વિરૃદ્ધ તપાસ કરી હતી. કુમારે કહ્યું કે, હું દાઉદની વાતચીતની ર૦૧૬ ની રેકોર્ડિંગ વિશે કોઈ ટીપ્પણી ન કરી શકું, પરંતુ દિલ્હી પોલીસ દાઉદની સાથે સાથે ડી કંપનીના સહયોગીઓના કોલ્સમાં તિરાડ પાડવા માટે સક્ષમ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit