Advertisement

ઓગસ્ટ મહિનામાં આવશે કોરોનાની ત્રીજી લહેર..

નવી દિલ્હી તા. ૨૦ઃ કોરોના મહામારીની ત્રીજી લહેર બે કે ત્રણ સપ્તાહ પછી ત્રાટકી શકે છે. આની પાછળ જવાબદાર ભીડ હશે, નહિ કે બીજી લહેરની જેમ કોઈ રાજ્યની કોઈ ચૂંટણી. આઈસીએમઆરના વડા ડો. સમીરન પાંડાએ આ આશંકા વ્યક્ત કરતા કહ્યું છે કે ઓગષ્ટથી દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.ં તેમણે વિશ્વેષણના આધાર પર આશંકા જણાવી છે કે આગામી લહેરમાં રોજના કેસમાં લગભગ ૫૦ ટકાનો વધારો થઈ શકે છે. ઓગષ્ટમાં આવનારી લહેર દરમિયાન રોજ ૧ લાખથી વધુ કેસ સામે આવી શકે છે.

જો કે બીજી લહેરની તુલનામાં તે ઘણી ઓછી હશે કારણ કે મે મહિનામાં દેશમાં રોજ ૪ લાખથી વધુ કેસ નોંધાતા હતા. વર્તમાન સ્થિતિ જોઈએ તો સરેરાશ ૪૦ થી ૪૫ હજાર કેસ રોજ આવે છે. આ હિસાબથી નિષ્ણાતોએ ત્રીજી લહેરમાં કોરોનાના નવા કેસમાં ૫૦ ટકા વૃદ્ધિનું અનુમાન વ્યક્ત કર્યું છે. ડો. પાંડાએ કહ્યું છે કે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને કોવિડ સતર્કતા નિયમોનું ઉલ્લંઘન બીજી લહેરનું મોટું કારણ હતું. આ વખતે પણ લોકો બેપરવાહ થઈ ગયા છે, અનિયંત્રીત ભીડ અને રસીકરણ પૂરૃ થયા પહેલાં બધંુ ખોલવાની આઝાદી ત્રીજી લહેરનું મુખ્ય કારણ બની શકે છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit