Advertisement

ડાયાબિટીસ ચેક કરવાની સ્ટ્રીપનું દુકાનેથી ચોરાઈ ગયું આખ્ખું પાર્સલ

જામનગર તા. ૨૪ઃ જામનગરના પેનોરમા બિલ્ડીંગમાં તબીબી સાધનો વેચતી એક દુકાનના બહારના ભાગ પર રાખવામાં આવેલું ડાયાબિટીસની સ્ટ્રીપનું આખું પાર્સલ ચોરાઈ જતાં દુકાનદારે પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી  છે.

જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં આવેલા નાગેશ્વર ૫ાર્કમાં વસવાટ કરતાં મેહુલભાઈ સતિષભાઈ વોરા નામના આસામી તીનબત્તી નજીક આવેલા પેનોરમા કોમ્પ્લેકસમાં દવા તેમજ તબીબી સાધનોને લગતા સામાનની દુકાન ધરાવે છે. તેઓએ પોતાની દુકાનમાં વેચાણ માટે ડાયાબિટીસ ચેક કરવાની સ્ટ્રીપનો જથ્થો મંગાવ્યો હતો.

તેઓના ઓર્ડર મુજબ સ્ટ્રીપની ૨૦૦ ડબ્બીવાળું એક પાર્સલ આવી પહોંચ્યું હતું. તે પાર્સલ ગયા સોમવારે મેહુલભાઈએ પોતાની દુકાનની બહાર મૂકયું હતું. તે આખું પાર્સલ કોઈ શખ્સ તફડાવી ગયો છે. તેઓએ રૃા. ૧,૦૭,૫૨૦ની કિંમતનું આ પાર્સલ ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit