Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.પોણા બાર લાખનો મુદ્દામાલ કબજેઃ
જામનગર તા. ૨૪: ખંભાળિયામાં આવેલા વીજ કંપનીના સ્ટોર રૂમમાંથી રૂ।.પોણા આઠ લાખની કિંમતના એલ્યુમિનિયમના વાયર ચોરાઈ ગયા હતા. તે ગુન્હામાં પોલીસે પાંચ શખ્સને પકડી પાડી રૂ।.પોણા બાર લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે.
ખંભાળિયામાં આવેલી પીજીવીસીએલ કચેરીના સ્ટોર રૂમમાંથી થોડા સમય પહેલાં રૂ।.૭ લાખ ૭૭ હજારની કિંમતના એલ્યુમિનિયમના જૂના વાયરના ગુંચડા ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેની તપાસ ડીવાયએસપી વિસ્મય માનસેતાની સૂચનાથી ઈન્ચાર્જ પીઆઈ એન.એચ. જોષી તથા સ્ટાફ દ્વારા કરાઈ રહી હતી.
તપાસમાં કેટલાક સીસીટીવી કેમેરા ચકાસવામાં આવતા પાંચ શખ્સના સગડ મળ્યા હતા. જેમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના અશોક મોહન કણઝારીયા, ધર્મેન્દ્ર લાભુભાઈ મકવાણા, સન્ની બાબુ ચુડાસમા તથા ખંભાળિયાના તાલબ કરીમ સંઘાર, પિન્ટુ ભીખાભાઈ કાંજ નામના પાંચ શખ્સને દબોચી લેવાયા હતા.
આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ લાલપુરમાં ભંગારના એક વાડામાં ઉપરોક્ત ચોરાઉ ગુંચડા રાખ્યાનું કબૂલ્યું છે. પોલીસે રૂ।.૭,૫૨,૮૫૦ની કિંમતના વાયર, ચાર લાખનું બોલેરો પીકઅપ વાન, રૂ।.ર૦ હજારનંુ બાઈક, ચાર મોબાઈલ મળી કુલ રૂ।.૧૧,૮૮,૩૫૦નો મુદ્દામાલ કબજે કરી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial