| | |

હાપા માર્કેટ યાર્ડનો માર્ગ પહોળો કરવા મનપા દ્વારા ૨૭ મિલકતોનું ડિમોલીશન

જામનગરમાં હાપા માર્કેટ યાર્ડવાળો માર્ગ પહોળો કરવા માટે મહાનગર પાલિકા દ્વારા ૨૭ જેટલી નડતર રૃપ મિલકતો તોડી પાડવા ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. આ સમયે મિલકત ધારકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આજે પાડતોડ કામગીરી કરવામાં આવી હતી. જામનગરમાં નાગમતી નદી પાસેથી માર્કેટ યાર્ડ અને ત્યાંથી રાજકોટ ધોરી માર્ગને જોડતા રસ્તાને ફોર ટ્રેક રોડ બનાવવા માટે આ માર્ગ ઉપરની ૨૭ મિલકતો નડતરરૃપ હોય તેને તોડી પાડવા માટે મહાનગર પાલિકા દ્વારા આજે સવારથી ઓપરેશન ડિમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી છે. ૩૦ મીટર પહોળાઈનો આ રોડ ફોર ટ્રેક રોડ બનાવવાનું મહાનગર પાલિકાનું આયોજન છે. તેમાં ભાગરૃપે આજે સવારથી આ પાડતોડ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે કામગીરી શરૃ થતા સમયે અસરગ્રસ્ત મિલકત ધારકોએ વિરોધ પણ કર્યો હતો. આમ છતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મહાનગર પાલિકા દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જેમાં ચાર જેટલા જેસીબી, આઠેક ટ્રેક્ટર અને દબાણ હટાવ શાખાનો બહોળી સંખ્યામાં સ્ટાફ કામગીરીમાં જોતરાયો છે.                                                                                                                                                                       (તસ્વીરઃ પરેશ ફલીયા)

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit