જામનગરઃ સેન્ટર પોઈન્ટ પાસેની ખૂલ્લી ગટર બંધ કરવા સંદર્ભે ઉઠતી માંગણી

જામનગર તા. ૪ઃ જામનગરના ગુરૃદ્વારા નજીક સેન્ટર પોઈન્ટ પાસે મોટી ગટર આવેલી છે. જેના પર સ્લેબ તો છે પરંતુ પ્રિમોન્સુન કામગીરી અને સફાઈ માટે ગટરનો અમૂક ભાગ ખૂલ્લો રાખવામાં આવ્યો છે. જેના કારણે આ ગટરમાં વારંવાર રખડતા ઢોર પડીને ઈજાગ્રસ્ત થાય છે. ગટરમાં પડી ગયેલા ગાય તથા આખલાઓને મહામુસીબતે બહાર કાઢવામાં આવે છે. આ મોટી ગટર પરના ખૂલ્લા ભાગના કારણે આ વિસ્તારમાં ઉંદરનો પણ ખૂબ ત્રાસ વધી ગયો છે. લત્તાવાસીઓએ આ અંગે મેયર, કમિશ્નર, વોર્ડના કોર્પોરેટર અનેક વખત રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ થયું નથી. આથી સેન્ટર પોઈન્ટ પાસે આવેલી ગટરના ખૂલ્લા ભાગને બંધ કરવા માટે લોકમાંગ ઉઠવા પામી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit