કોરોનાની રસી મૂકાવનાર હાલારના દર્દીઓને સાંસદ પૂનમબેન માડમ દ્વારા થશે કિટ વિતરણ

જામનગર તા. ૬ઃ કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા રસી વેકસીનેશન અભિયાન ચલાવાઈ રહ્યું છે, લોકો આ વેકસીન લે તેવો અનુરોધ અને અપિલ એચ.આર. માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ અને સાંંસદ સભ્ય પૂનમબેન માડમે કરી છે.

વેકસીન લેતા સૌ કોઈ નાગરિકોને શુભેચ્છા પત્ર, કિટ અર્પણ કરીને શુભકામના પાઠવવાનું પ્રેરક, સંબોધન સભર આયોજન પણ પૂનમબેન માડમના સઘન માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. જયાં સુધી કોરોના નાબુદ ન થાય ત્યાં સુધી લોકોને જાગૃત-સર્તક રહેવા અને માર્ગદર્શિકાનું પાલન કરવા તેમણે અપીલ કરી છે.

ઉ૫રાંત કોવિડ હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીને પણ શુભેચ્છા પત્ર અને જાગૃતિ દાખવવા સામેની કિટ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાગરિકો જાગૃત રહી કોરોના સામેના જંગમાં વિજય મેળવવા લોકો તત્પર છે.

સરકાર દ્વારા વિનામૂલ્યે વેકસીન આપવામાં આવી રહી છે. જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાની હોસ્પિટલોમાં આ રસીકરણ અભિયાન માનવ સેવા કાર્યમાં શહેર-જિલ્લા ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો, ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રીસ હજાર કિટ આપવામાં આવી છે અને સાંસદ પૂનમબેન માડમે રસી મેળવનાર તમામને શુભેચ્છાઓ પણ પાઠવી છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit