Advertisement

વિધાનસભા ગૃહમાં કોંગી ધારાસભ્યોનો હોબાળોઃ ડ્રગ્સના મુદ્દે પરેશ ધાનાણીના ચાબખા

નીતિન પટેલે ઊઠાવ્યો પોઈન્ટ ઓફ ઓર્ડરઃ

ગાંધીનગર તા. ર૭ઃ આજે વિધાનસભામાં એક સવાલના જવાબમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે રાજ્ય સરકાર લાભપાંચમથી મગફળીની ખરીદી કરશે. તેવી જાહેરાત કરી હતી. આજે અધ્યક્ષપદે નિમાબેન આચાર્યની વરણી પણ થઈ હતી. તે પછી કચ્છમાંથી પકડાયેલા ડ્રગ્સના મુદ્દે ગરમાગરમ ચર્ચા થઈ હતી.

વિધાનસભામાં ચર્ચા દરમિયાન કોંગી ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રૃપિયા ર૧ હજાર કરોડનું ડ્રગ્સ ભાજપના શાસનમાં પકડાયું છે, અને રાજ્યમાં અસામાજિક તત્ત્વો પોલીસને મારપીટ કરી રહ્યા છે, તેવા આક્ષેપો સાથે શાબ્દિક ચાબખા માર્યા હતાં, તો ધારાસભ્ય નીતિનભાઈ પટેલે પોઈન્ટ ઓફ ઓર્ડર ઊઠાવીને કહ્યું હતુંકે, સરકારની મીઠી નજર હેઠળ ડ્રગ્સ આવ્યું હોવાના શબ્દો પાછા ખેંચીને પરેશ ધાનાણી માફી માંગે. મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત સુરક્ષિત હાથોમાં છે, તેમ જણાવ્યું, તો મંત્રી બ્રિજેશ મેરઝાએ ચમરબંધી શબ્દનો પ્રયોગ કરતા કોંગી ધારાસભ્ય વીરજી ઠુમ્મરે કટાક્ષ કર્યો, જેનો જવાબ મંત્રી હર્ષ સંઘવીએ આપ્યો હતો. તેમણે કહ્યું કે, પોલીસે કલાકોની જહેમત પછી જે રીતે ઓપરેશન પાર પાડ્યું, તેને બીરદાવવાના બદલે મોરલ ડાઉન ન કરવું જોઈએ. આ લખાય છે ત્યારે વિવિધ મુદ્દે વિધાનસભામાં ગરમાગરમ ચર્ચા થઈ રહી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit