Advertisement

દ્વારકા જિલ્લામાં એક મહિલા પર ગુજારાયું પાશવી દુષ્કર્મઃ ફરિયાદ

એક મહિલા સહિત ત્રણે મદદગારી કર્યાનો આક્ષેપઃ

જામનગર તા. ૨૦ઃ દ્વારકા તાલુકાના એક ગામના મહિલા પર ગઈકાલે એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યાની અને તે કૃત્યમાં એક મહિલા સહિત ત્રણે મદદગારી કર્યાની ચોંકાવનારી ફરિયાદ ૫ોલીસમાં નોંધાવાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના એક ગામમાં વસવાટ કરતાં મહિલા સાથે ઈમરાન ઈશાક મોખા નામના શખ્સને કોઈ બાબતે બોલાચાલી થયા પછી ઈમરાન તેમજ સલીમ ઈશાક, રેશ્મા ઈશાક અને અકદર નામના વ્યક્તિઓએ ગાળો ભાંડી હતી.

તે પછી આરોપીઓ પૈકીના ઈમરાન ઈશાક મોખાએ તે મહિલા પર જબરદસ્તીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવની તે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઈમરાન મોખા તેમજ તેને મદદગારી કરનાર સલીમ મોખા, રેશ્મા ઈશાક અને અકદર સામે આઈપીસી ૩૭૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit