Advertisement

મેઘાલય, લેહ-લદાખ, બીકાનેરમાં ભૂકંપ

ત્રણ કલાકની અંદર ત્રણવાર ધરા ધ્રુજી

નવી દિલ્હી તા. ર૧ઃ દેશના અલગ-અલગ બે ખૂણામાં છેલ્લા કેટલાક કલાકોમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે. જેમાં રાજસ્થાનના બીકાનેરમાં પ.૩ નો ભૂકંપનો ઝટકો પણ સામેલ છે. આ ઉપરાંત મેઘાલયમાં પણ ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતાં.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ લેહ લદાખમાં સવારે ૪.પ૭ વાગ્યે ૩.૬ નો આંચકો અનુભવાયો હતો. જ્યારે રાજસ્થાનના બીકાનેરમાં સવારે પ.ર૪ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૩ ની તીવ્રતા મા૫વામાં આવી છે.

આ અગાઉ મેઘાલયના વેસ્ટ ગારો હિલ્સ વિસ્તારમાં મધરાતે ૨.૧૦ વાગ્યે ભૂકંપનો આંચકો મહેસૂસ થયો હતો. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૪.૧ની હતી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit