ખોજાબેરાજા-સલાયાની પરિણીતાએ સાસરીયાઓ સામે નોંધાવી ફરિયાદ

જામનગર તા. ૧૫ઃ જામનગર તાલુકાના ખોજાબેરાજા તથા ખંભાળીયાના સલાયાના પરિણીતાએ પતિ સહિતના સાસરીયાઓએ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂક્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર તાલુકાના ખોજાબેરાજા ગામમાં વસવાટ કરતા અમીન છોટુભાઈ ખોજા સાથે જામનગર તાલુકાના જીવાપર ગામના મનિષાબેન ખોજાના નિકાહ થયા પછી આંગણવાડીમાં કામ કરતા મનિષાબેનને એકાદ વર્ષ સુધી સારી રીતે રાખવામાં આવ્યા હતાં. ત્યારપછી પતિ અમીન તેમજ સાસુ ફાતમાબેન છોટુભાઈએ આંગણવાડીએથી કેમ મોડી આવશ? તેમ કહી ત્રાસ આપવાનું અને મેણાટોણા મારી મારકૂટ કરવાનું શરૃ કરતા મનિષાબેન કંટાળ્યા હતાં. તેણીને સાડા ત્રણેક મહિના પહેલાં લમધારી નાખી પતિ-સાસુએ કાઢી મૂકતા તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ખંભાળીયા તાલુકાના સલાયામાં રહેતા સલીમ હનીફ સુંભણીયા સાથે પરોડીયા રોડ પર વસવાટ કરતા રૃકીનાબેનના નિકાહ થયા પછી પતિ સલીમ, સસરા હનીફભાઈ જુસબભાઈ, સાસુ અમીનાબેને ઘરકામ બાબતે ત્રાસ આપી ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મૂકતા રૃકીનાબેને દેવભૂમિ દ્વારકા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

close
Ank Bandh
close
PPE Kit