આઈસોલેશન માટે શાળાનું બિલ્ડીંગ આપવાની તૈયારી

જોડિયા તા. ર૬ઃ હાલમાં કોરોના વાયરસનો પ્રતિકાર કરવા લોકડાઉન સહિતના તમામ પગલાં સરકાર દ્વારા લેવાઈ રહ્યાં છે. આવનારા દિવસોમાં જો પરિસ્થિતિ વધુ વણસે તો તેવા સંજોગોમાં કોરોનાથી સંક્રમિત થયેલી વ્યક્તિઓને આઈસોલેટ કરવા જોડિયાની સાંઈ પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાના સંચાલકોએ શાળાના સંચાલક વાત્સલ્ય એજ્યુ. એન્ડ ચેરી.ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળે શાળાનું બિલ્ડીંગ ઉપયોગમાં આપવા જિલ્લા કલેક્ટરને પત્ર લખીને તૈયારી દર્શાવી છે. આ શાળામાં ૧પ કલાસરૃમ તેમજ ભાઈઓ તથા બહેનો માટે અલગ-અલગ સેનીટાઈઝેશન સુવિધા છે. શાળાનું બિલ્ડીંગ ગામની બહાર શાંત વાતાવરણમાં છે, અને સંપૂર્ણપણે હવા-ઉજાસવાળું છે. આ શાળા બિલ્ડીંગની જ્યારે પણ જરૃર હોય, સંચાલકોએ તેનો ઉપયોગ કરવા માટે સહકાર આપવાની તૈયારી દર્શાવી છે.

close
Nobat Subscription