જામનગર જિલ્લાનાં મંદિરમાંથી ચોરી કરનાર ચાર નરાધમોની કરાઈ ધરપકડ

જામનગર તા. ૨૧ઃ જામનગર નજીકના  નેવી મોડા ગામમાં આવેલા એક મંદિરમાં ચોરી થઈ હતી જેની પોલીસે શરૃ કરેલી તપાસમાં ચાર પરપ્રાંતિય ઝડપાઈ ગયા છે તેઓએ ચોરીની કબુલાત આપી છે.

જામનગર તાલુકાના નેવી મોડા ગામમાં આવેલા મોડપીર દાદાના મંદિરમાં ચોરી થઈ હતી. તસ્કરો મંદિરમાં દાનપેટીનું તાળુ તોડી રોકડ તેમજ અન્ય મતા મળી રૃા. બેક હજારનો મુદ્દામાલ ઉસેડી ગયા હતાં. જેની પોલીસમાં ફરિયાદ થઈ હતી.

ત્યારપછી જામનગર તાલુકાના ચાવડા ગામમાં એક ખેતરમાં રહી મજૂરીકામ કરતા ચાર શખ્સે ઉપરોકત ચોરીને અંજામ આપ્યો હોવાની વિગત મળતા પંચકોશી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મૂળ મધ્યપ્રદેશના મુકેશ કનુભાઈ ડામોર, મહેશ રાજુભાઈ મહીડા, બહાદુર કાળુભાઈ અને કાળુ તેરસીંગ ગડરીયા નામના ચાર શખ્સ મળી આવ્યા હતાં.

ઉપરોકત શખ્સોની પોલીસે પૂછપરછ કરતા તેઓએ ચોરીની કબુલાત આપી છે અને રૃા. ૧૨૪૦ ની રોકડ કાઢી આપી છે અને પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ ઘનિષ્ઠ બનાવી છે.

close
Ank Bandh
close
PPE Kit