જામનગરમાં સિઝનનું સૌથી ઓછું તાપમાન ૮.પ ડીગ્રીઃ ઠંડીનો ધ્રુજારો

જામનગર તા. ૧પઃ જામનગરમાં છેલ્લા બે દિવસ દરમિયાન ૮.પ ડીગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન ૮.પ ડીગ્રી નોંધાયું હતું. સિઝનનું સૌથી ઓછું તાપમાન હતું. ઠંડીથી લોકો ધ્રુજી ઊઠ્યા હતાં.

ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાની અસર સમગ્ર ગુજરાતમાં અનુભવાઈ રહી છે. જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં પણ ઠંડીનું પ્રમાણ વધી ગયું હતું. જામનગરમાં ગત્ તા. ૧૩-૧-ર૦ર૦ ના લઘુત્તમ તાપમાન ૧૭ ડીગ્રી નોંધાયું હતું જેમાં ૮.પ ડીગ્રીનો ઘટાડો થયો હતો તથા મહત્તમ તાપમાન ર૯.પ ડીગ્રી હતું. ૬.પ ડીગ્રીનો ઘટાડો થયો હતો.

નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૮.પ ડીગ્રી અને મહત્તમ તાપમાન ર૩ ડીગ્રી નોંધાયું છે. સિઝનમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું હતું. તાપમાનમાં ઘટાડો થતાં નગરજનોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ થી ૭ કિ.મી.ની રહેવા પામી હતી.

close
Ank Bandh
close
PPE Kit