Advertisement

ગર્ભ પરિક્ષણ કરાવવા ત્રાસ અપાતા પરિણીતાએ ખાઈ લીધો ગળાફાંસો

મોટી ખાવડીના સાસરીયાઓ સામે નોંધાયો ગુન્હોઃ

જામનગર તા. ૨૦ઃ જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં રહેતાં એક ગરાસિયા પરિણીતાને પતિ સહિતના સાસરીયાઓએ અવારનવાર ત્રાસ આપવા ઉપરાંત ગર્ભ પરિક્ષણ કરાવવા દબાણ કરતાં આ પરિણીતાએ ગળાફાંસો ખાઈ મોતને ગળે લગાવી લીધું છે. પોલીસમાં મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતાં તેણીના પતિ, સાસુ, સસરા, દિયર સામે ગુન્હો નોંધાયો છે.

ખંભાળિયા તાલુકાના કજુરડા ગામમાં વસવાટ કરતાં અભેસંગ ઘેલુભા જાડેજા નામના પ્રૌઢની પુત્રી કાજલબા (ઉ.વ. ૨૬)ના લગ્ન જામનગર તાલુકાના મોટી ખાવડી ગામના સુરૃભા વાળાના પુત્ર સિદ્ધરાજસિંહ સાથે દોઢેક વર્ષ પહેલાં થયા પછી આ પરિણીતાને પતિ તેમજ સાસુ ધ્રુપતબા ઉર્ફે હસુબા અને સસરા સુરૃભા, દિયર મયુરસિંહે ઘરકામ બાબતે બોલાચાલી શરૃ કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યો હતો.

તે દરમ્યાન કાજલબા ગર્ભવતી બનતાં પતિ સહિતના સાસરીયાઓએ તેણીને ગર્ભ પરિક્ષણ કરાવી લેવા દબાણ સર્જયું હતું પરંતુ કાજલબા ગર્ભ પરિક્ષણ કરાવવા તૈયાર ન હોય તેણીને અનહદ ત્રાસ અપાતો હતો. તેનાથી કંટાળી જઈ કાજલબાએ રવિવારે પોતાના ઘેર પંખામાં ચુંદડી વડે ગાળિયો પરોવી ગળાફાંસો ખાઈ લીધો હતો. ઉપરોકત બાબતની પોલીસને તથા કજુરડા ગામે કાજલબાના પીયરીયાઓને જાણ કરવામાં આવી હતી. તે પછી ગઈકાલે અભેસંગે પોતાની પુત્રીને ત્રાસ આપી મરી જવા અંગે મજબૂર કરનાર જમાઈ તેમજ મૃતકના સાસુ, સસરા, દિયર સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૪૯૮, ૩૦૬, ૧૧૪ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ કે. આર. સીસોદીયાએ આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit