બેડમાં ચોમાસામાં પણ પાણીની મોેકાણ

જામનગર તા.૧૬ઃ જામનગર તાલુકાના બેડ ગામમાં પાણીના ધાંધીયા શરૃ થતા ગામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

દસ હજારની માનવ વસ્તી ધરાવતા બેડ ગામમાં ગ્રામ પંચાયતના સત્તાધીશો બેદરકારી દાખવી રહ્યા છે. હાલ ગામમાં પાણી મળતું નહી હોવાથી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. આ અંગે રજુઆતો કરવામાં આવી છતાં કોઈ દાદ આપતું નથી.

આગામી સમયમાં ગ્રામજનો દ્વારા પંચાયતને તાળાબંધી કરવાની ફરજ પડશે. ગામમાં હાલ મહિલા સરપંચ સત્તા સ્થાને છે પરંતુ તેઓ કદી ગામની મુલાકાત કરતા નથી. લોકોમાં પ્રશ્નનો ઉકેલ લાવતા નથી.

ગામમાં નળ હોવા છતાં છતે પાણીએ પીવાનું પાણી વિતરણ મહિનાઓથી થતું નથી. લોકો રોષે ભરાય તેવી સ્થિતિ પ્રવર્તે છે.

close
Ank Bandh
close
PPE Kit