Advertisement

જામનગરમાં ૧૮ થી ૪૪ વર્ષની વયજુથના ૧૩૮૭ લોકોએ ગઈકાલે મૂકાવી કોરોનાની રસી

જામનગર તા. ૪ઃ જામનગરમાં ગઈકાલે ૧૮ થી ૪૪ વર્ષના યુવા વર્ગોના કુલ ૧૩૮૭ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો, જ્યારે ૪પ વર્ષ કે તેથી વધુ ઉંમરના કુલ ૧૭૩૪ લોકોએ વેક્સિનેશન કરાવ્યું હતું.

રાજ્યભરમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના યુવાનો માટે વેક્સિનેશન શરૃ કરવામાં આવ્યું છે. ગઈકાલે જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૩૮૭ લોકોએ વેક્સિનેશન કરાવતા ત્રણ દિવસના અંતે તેનો કુલ આંક ૪૧ર૭ નો થયો છે, જ્યારે ૪૪ વર્ષથી વધુ ઉંમરના ૭૩પ લોકોએ ગઈકાલે પ્રથમ ડોઝ અને ૯૯૯ લોકોએ બીજો ડોઝ લીધો હતો.

આમ ૪૪ વર્ષથી વધુ ઉંમરના કુલ ૧૭૩૪ લોકોએ વેક્સિનેશન કરાવ્યું હતું. આથી જામનગરમાં પ્રથક ડોઝ લેનારનો કુલ આંક ૯૧,પ૩૭ અને બીજો ડોઝ લેનારનો કુલ આંક ર૯,૯પ૯ નો થતા કુલ આંક ૧,ર૧,૪૯૬ નો થયો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit