જામનગરઃ તેજવાણી ઈન્સ્ટિટ્યુટના તેજસ્વી વિદ્યાર્થીઓનો પ્રતિભાવ

જામનગર તા. ર૬ઃ જામનગરમાં ચાર્ટડ એકાઉન્ટન્ટના અભ્યાસક્રમ માટે ઉત્તમ શિક્ષણ આપવાની સંસ્થા તેજવાણી ઈન્સ્ટિટ્યુટના વિદ્યાર્થી જય મકવાણાએ તેના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે સંચાલક સુરેશ તેજવાણીના સતત માગદર્શન તેમજ રિવિઝનના કારણે ફાઉન્ડેશનની પરીક્ષામાં તેને ૪૦૦ માંથી રપર માર્કસ પ્રાપ્ત કર્યા છે. જ્યારે જ્યોતિ ભંડેરીએ જણાવ્યું હતું કે સીએ જોઈન કરતા પહેલા તે મુંઝવણ અનુભવી હતી, પણ તેજવાણી ઈન્સ્ટિટ્યુટ જોઈન કરે છે ત્યારથી ડર દૂર થયો છે. આમ તેણીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં ૪૦૦ માંથી રપ૦ માર્કસ મળ્યા છે.

ધોરણ ૧ર માં ૮૦ ટકાથી વધુ ગુણ હોય તેવા વિદ્યાર્થીઓને તેજવાણી ઈન્સ્ટિટ્યુટ દ્વારા ફાઉન્ડેશન ફ્રી અને ૭૦ થી ૮૦ ટકા મેળવનારને પ૦ ટકા સ્કોલરશીપની યોજના અમલમાં છે.

close
Nobat Subscription