ધ્રોલમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લાભાર્થીઓને સાધન-સહાયનું વિતરણ

ધ્રોલ તા. ૧ઃ જામનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ધ્રોલમાં સરકારની માનવ ગરિમા યોજના અંતર્ગત બીપીએલના લાભાર્થીઓને સિલાઈ મશીન, સખી મંડળની બહેનોને દિવેટ બનાવવાના મશીનનું ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુંગરા તથા તા.પં.પ્રમુખ નવલભાઈ મુંગરા તથા તા.પં.પ્રમુખ ભીમજીભાઈ મકવાણાના હસ્તે ૩૧ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તા.પં.પ્રમુખે પ્રાસંગિક ઉદ્દબોધન કરી જણાવ્યું હતું કે આ યોજનામાં કોઈ પણ પ્રકારની ફી-ચાર્જ લેવામાં આવતા નથી. વધુ વિગતો માટે તેમના મો.નં. ૯૯૭૯૦૨૭૫૨૭ ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું. ૨૦૨૦ માટેના ફોર્મનું વિતરણ ટૂંક સમયમાં થશે તેમ જાહેર થયું હતું.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit