Advertisement

સોમવારે નગરમાં કોંગ્રેસની જનચેતના યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હાજર રહેશે

જામનગર તા. ર૪ઃ કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે જન ચેતના યાત્રાનો કાર્યક્રમ ચલાવાઈ રહ્યો છે. આગામી સોમવારે જામનગરમાં આયોજીત આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિતનાઓ ઉપસ્થિત રહેનાર છે. મોંઘવારી સામે કોંગ્રેસ દ્વારા જનચેતના યાત્રાનો કાર્યક્રમ ચલાવાઈ રહ્યો છે. જે અંતર્ગત આગામી સોમવાર, તા. ર૬ ના સાંજે જામનગરમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરમાં આયોજીત આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીન ચાવડા ઉપરાંત પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહેનાર છે. આ માટે જામનગરમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit