જામનગરના વૃદ્ધ લાપત્તા

જામનગર તા.૧૭ઃ જામનગરના ગોકુલનગરમાં રહેતા એક વૃદ્ધ પોતાના ઘરેથી આટો મારવા જવાનું કહી નીકળ્યા પછી ગુમ થઈ જતા તેમના પુત્રએ પોલીસને જાણ કરી છે.

જામનગરના ગોકુલનગર નજીકના અયોધ્યાનગરમાં વસવાટ કરતા નરશીભાઈ રામજીભાઈ કણઝારીયા (ઉ.વ.૬૦) નામના સતવારા વૃદ્ધ ગઈ તા. ૨૪ સપ્ટેમ્બરની સાંજે ઘરની બહાર નીકળ્યા પછી ગઈકાલ સુધી પરત નહી ફરતા તેમના પુત્ર વીરજીભાઈએ પોલીસને જાણ કરી છે.

ઉપરોકત તસ્વીરવાળા વૃદ્ધ પોતાના ઘરમાં જ બ્રાસપાર્ટનું મજુરીકામ કરતા હતાં તેઓનો ફોટો સહિતની વિગતો પોલીસને આપવામાં આવી છે. સિટી સી ડિવિઝનના જમાદાર જી.વી.ચાવડાએ તેના પરથી તપાસ હાથ ધરી છે.

close
Ank Bandh
close
PPE Kit