| | |

જમ્મુ-કાશ્મીરના ખીણ વિસ્તારમાં આજથી પર્યટકો કરી શકશે પ્રવાસઃ એડવાઈઝરી પરત ખેંચી

શ્રીનગર તા. ૧૦ઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ ૩૭૦ના મોટા ભાગના પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા પછી આજથી પર્યટકો ખીણ વિસ્તારમાં પ્રવાસ કરી શકશે. જમ્મુ-કાશ્મીર રાજ્ય સરકારે અનુચ્છેદ ૩૭૦ ખતમ કરતા પહેલા પર્યટકોને કાશ્મીર છોડવા માટેની જે એડવાઈઝરી જાહેર કરી હતી તે આજે પરત લઈ લેવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે દરેક પર્યટકોને જરૃરી સુવિધા આપવાનો વાયદો કર્યો છે.

રાજ્યપાલ સત્યપાલ મલિકે સોમવારે સલાહકારો અને મુખ્ય સચિવ સાથે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં યોજના, આવાસ અને શહેર વિકાસ વિભાગના પ્રમુખ સચિવો હાજર રહ્યા હતા. આ બેઠકમાં જ ગુરૃવારથી એડવાઈઝરી પરત લેવી અને પર્યટકો માટે ખીણ વિસ્તાર ખૂલ્લો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit