| | |

કાલાવડમાં પ્લાસ્ટિક પ્રતિબંધ અંગે 'પર્યાવરણ રક્ષા કોર્નર'નો પ્રયોગ

કાલાવડ તા. ૧૦ઃ કાલાવડમાં સીંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે પ્રતિબંધના કાયદાની કડક અમલવારી અંગે કાલાવડ (શિતલા) ના જાગૃત નાગરિક રમેશભાઈ આશરે જણાવ્યું છે કે, આ કાયદાની અમલવારીથી અનેક લોકોની રોજીરોટી છીનવાઈ જવાની દહેશત છે.

કાલાવડમાં પર્યાવરણ રક્ષા કોર્નરના નામે એક નાનો પ્રયોગ શરૃ કરવામાં આવ્યો છે. જેમાં ભૂમિત ફળદુ, વિપુલ સાવલિયા, દિપક સાંગાણી, પિયુષ હિરપરા, ભૂમિત ડોલરિયા, વિશાલભાઈ જનજાગૃતિ અર્થે જહેમત ઊઠાવી રહ્યા છે અને તેમણે લોકોને સહકાર આપવા અપીલ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit