રાષ્ટ્રીય કુટંબ સહાય યોજનાનો આરંભ

જામનગર તા. ૧૬ઃ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટમોચન યોજના) નો આરંભ કરવામાં આવ્યો છે. આ યોજનામાં ગરીબી રેખા નીચે જીવતા ૦ થી ર૦ નો સ્કોર ધરાવતા કાર્ડધારક કુટુંબની મુખ્ય કમાનાર વ્યક્તિ (સ્ત્રી/પુરુષ) નું કુદરતી રીતે અથવા અકસ્માતમાં મૃત્યુ થાય તથા મૃત્યુ પામનાર પુરુષ/સ્ત્રીની ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોય તો કેન્દ્ર સરકાર દ્વારા કુટુંબને એક વખત રૃા. ર૦,૦૦૦ ની સહાય ડીબીટી મારફત મળવાપાત્ર છે. આ માટે કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિ (સ્ત્રી/પુરુષ) ના મૃત્યુ થયાના બે વર્ષની અંદર અરજી કરવાની રહેશે. જામનગર જિલ્લામાં આ યોજનાનો લાભ લેવા મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્ર અથવા સમાજ સુરક્ષા શાખા (મામલતદાર કચેરીમાં કાર્યરત) નો સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

close
Ank Bandh
close
PPE Kit