Advertisement

નેપાળના મૂગૂ જિલ્લામાં ખીચોખીચ ભરેલી બસ નદીમાં ખાબકતા ૩ર મુસાફરોના કરૃણ મોત

મોટાભાગના મુસાફરો દશેરાનો તહેવાર ઉજવવા ભારતથી સ્વદેશ પરત ફરી રહ્યા હતાં

કાઠમંડુ તા. ૧૩ઃ નેપાળમાં મુસાફરોથી ભરેલી બસ નદીમાં ખાબકતા ૩ર ના મોત થયા છે. નેપાળના સૌથી મોટા તહેવાર દશેરા નિમિત્તે ભારતથી નેપાળીઓ ઘરે પરત ફરી રહ્યા હતાં. મૃતકોમાં મોટાભાગે વિદ્યાર્થીઓ અને પ્રવાસી મજૂરો સામેલ છે. બસનું ટાયર ફાટતા નિયંત્રણ ગુમાવ્યું હતું. બસમાં સ્ટાફ સાથે ૪ર લોકો સવાર હતાં,  જે બસની કેપિસિટીથી વધારે હતાં. ઈજાગ્રસ્તોને એરલિફ્ટ કરીને હોસ્પિટલે લઈ જવાયા હતાં.

નેપાળના મૂગૂ જિલ્લામાં ગઈકાલે થયેલી બસ દૂર્ઘટનામાં ઓછામાં ઓછા ૩ર લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ભયાનક દૂર્ઘટના અહીંના છાયાનથ રારા નગર નિગમ વિસ્તારમાં થઈ હતી, જ્યારે મૂગૂ જિલ્લાના મુખ્ય વિસ્તાર ગમગાધી તરફ આવી રહેલી મુસાફરોથી ખોચોખીચ ભરેલી એક બસ નદીમાં ખાબકી હતી.

આ બસમાં સવાર મુસાફરો પૈકી મોટાભાગના લોકો દુર્ગા પૂજાના પર્વે અલગ-અલગ સ્થળોએથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતાં. અકસ્માત પછી સુરખેતથી નેપાળી સેનાનું હેલિકોપ્ટર રાહત કામ માટે રવાના કરવામાં આવ્યું હતું. મૂગૂ કાંઠમાંડુથી ૬પ૦ કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત રારા સરોવર માટે પ્રસિદ્ધ છે. ઘટના અંગે જણાવતા મૂગૂ જિલ્લાના અધિકારીએ જણાવ્યું કે, કરનાલી સ્ટેટના મૂગૂ જિલ્લાના પિના ગામ પાસે થયેલા બસ અકસ્માતમાં ર૪ મુસાફરો ઘટના સ્થળે જ દમ તોડી ચૂક્યા હતાં. આ સિવાય બાકીના મુસાફરોએ હોસ્પિટલ જતા રસ્તામાં અને સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

પ્રાપ્ત થતી માહિતી મુજબ દૂર્ઘટના સમયે બસમાં સ્ટાફ સહિત ૪ર લોકો સવાર હતાં. મૃતકોમાં મોટાભાગે વિદ્યાર્થીઓ અને પ્રવાસી મજૂરો સામેલ છે. જેઓ નેપાળના સૌથી મોટા તહેવાર દશેરા માટે ભારતથી સ્વદેશ પરત ફરી રહ્યા હતાં. અકસ્માતમાં ઈજા પામેલા લોકો પૈકી ૧૪ લોકોને હેલિકોપ્ટર અનેઅન્ય એર સર્વિસની મદદથી નેપાલગંજ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

આ કરૃણ દૂર્ઘટના નજરે જોનારા સ્થાનિકોનું કહેવું હતું કે, રસ્તાના સૌથી પડકારજનક વિસ્તારમાં બસનું ટાયર ફાટતા ડ્રાઈવરે બસ પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું. આ દરમિયાન બસ ઊંચાઈથી ગબડતી ગબડતી ૩૦૦ મીટર ઊંડે નદીમાં ખાબકી હતી. આ પહેલા નેપાળના ગંડકી સ્ટેટનના કારકી જિલ્લામાં જીપ દૂર્ઘટનામાં આઠ લોકોના મોત થયા હતાં.

રિપોર્ટ મુજબ દૂર્ઘટનાની ગંભીરતાને જોતા મૃત્યુઆંક વધી શકે છે. આ અંગે સ્થાનિક તંત્ર દ્વારા જરૃરી કદમ ઊઠાવાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit