દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિદેશથી આવતા વહાણો અંગે પોલીસ તંત્ર દ્વારા કડક તપાસ

ખંભાળીયા તા. ર૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિદેશથી આવતા વહાણોને દરિયામાં જ ક્વોરેન્ટાઈન કરી જમીનથી પાંચ-દસ કિ.મી. દૂર મૂકી દેવામાં આવ્યા છે. ત્યાં ૧૪ દિવસ સુધી રાખી, ચેકીંગ કરીને પછી જ અંદર આવવાની છૂટ મળશે.

આવી સ્થિતિમાં વિદેશથી આવી રહેલા વહાણો હર્ષદ ગાંધવી, આસોટા, સલાયાં, વાડીનાર પંથકના નાના ટાપુઓ પર પોલીસને જાણ કર્યા વગર ઉતરી જવાની તજવીજ કરી રહ્યાં હોવાનું જાણવા મળતાં જિલ્લા પોલીસ વડાએ દરિયાકાંઠાના તમામ વિસ્તારો, નાના ટાપુઓ પર કડક તપાસ - બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવી દીધી છે. તેમ છતાં કોઈ વિદેશી વહાણમાંથી ઉતરીને પ્રવેશ કરે તો પોલીસ તંત્રને તરત જ જાણ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

close
Nobat Subscription