Advertisement

નગરની આરોગ્યકર્મી યુવતીની છેડતી કરી ફોટા વાયરલ કરવાની અપાઈ ધમકી

જામનગર તા. ૨૫ઃ જામનગરના એક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી યુવતીની સોમવારે એક શખ્સે છેડતી કરી તેણીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આ બાબતની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તાર પાસે આવેલા એક આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતી એક યુવતી સોમવારે પોતાની ફરજના સ્થળે હાજર હતી ત્યારે ત્યાં ધસી આવેલા શંકરટેકરી સ્થિત સિદ્ધાર્થ કોલોનીની શેરી નંબર ત્રણમાં રહેતા મેહુલ અશોકભાઈ રાઠોડ નામના શખ્સે તેણીની છેડતી કરી હતી.

આ શખ્સે તે યુવતીનો હાથ પકડી લઈ પોતાના તાબે થવાની માંગણી કરી હતી. જેને આ યુવતીએ નકારતા મેહુલે પોતાના ફોનમાં રહેલા કેટલાક ફોટા વાયરલ કરી દેવાની ધમકી ઉચ્ચારી હતી. તેમ છતાં આ યુવતી ટસની મસ થઈ ન હતી. તેથી મેહુલ રાઠોડ નાસી ગયો હતો.

ઉપરોકત બાબતની આ યુવતીએ ગઈકાલે જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે આઈપીસી ૩૫૪ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવે ભારે ચકચાર પ્રસરાવી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit