ચાંદીબજાર આવતીકાલથી ર૯-સપ્ટેમ્બર સુધી બપોરે બે વાગ્યા સુધી બંધ રહેશે

કોરોનાનું સંક્રમણ અટકાવવા વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક આંશિક લોકડાઉન

જામનગરમાં કોરોનાના કેસ વધતા તે અડધો દિવસ સોની બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. શહેરમાં જે સ્થિતિ વણસી રહી છે. તે જોતા આ નિર્ણયથી કદાચ લોકડાઉનનું યોગ્ય પાલન થશે તો જામનગરમાં બેફામ રીતે વકરતા કોરોનાની બ્રેક લાગી શકે છે. જામનગરમાં ચાંદીબજારમાં સોની વેપારીઓ દ્વારા તા. ૧૭-૯-ર૦ર૦ થી તા. ર૯-૯-ર૦ર૦ સુધી સવારે ૭ થી બપોરના ર વાગ્યા સુધી સોની બજાર સ્વેચ્છાએ બંધ રહેશે તેમ સુભાષભાઈ પાલા (પ્રમુખ - જામનગર સુવર્ણકાર સુરક્ષા સેતુ) અને કિશોરભાઈ ભુવા (મંત્રી - જામનગર સુવર્ણકાર ઔદ્યોગિક મંડળ) ની યાદીમાં જણાવાયું છે.

close
Ank Bandh
close
PPE Kit