પુત્રી અવતરતા સાસરીયાઓએ પુત્રવધૂને દહેજ માંગી ત્રાસ આપ્યાની નોંધાવાઈ રાવ

જામનગર તા. ૨૬ઃ ઓખામંડળના રૃપેણ બંદરના એક પરિણીતાને ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળના સાસરીયાઓએ વારંવાર પુત્રીઓ અવતરતી હોય ત્રાસ આપી મારકૂટ શરૃ કરી કવરાવી દેતા પિયર પરત ફરેલી આ પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા રૃપેણ બંદરમાં વસવાટ કરતા શબાનાબાનુ ઈમરાનભાઈ (ઉ.વ. ૩૦) ના નીકાહ થોડા વર્ષ પહેલાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં રહેતા ઈમરાન હારૃનભાઈ લુચાણી સાથે થયા પછી આ પરિણીતાના કૂખે પુત્રીઓના જન્મ થયા હતાં.

પુત્રવધૂ પુત્રીઓને જન્મ આપતી હોય સાસુ જેતુનબેન, સસરા હારૃનભાઈ સુલેમાનભાઈ લુચાણી, દીયર હનીફ તેમજ પતિ ઈમરાને ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું. આ સાસરીયાઓએ પૈસા તારા પિતાના ઘેરથી લઈ આવ તેમ કહી અવારનવાર ગાળો ભાંડી, મેણાટોણા મારી મારકૂટ શરૃ કરી હતી. તેનાથી કંટાળી ગયેલા શબાનાબાનુ પિયર પરત ફરી ગયા હતાં. તે પછી ગઈકાલે તેઓએ દેવભૂમિ દ્વારકાના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના ચારેય સાસરીયા સામે આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સાસરીયાઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

close
Nobat Subscription