Advertisement

દ્વારકામાંથી અંગ્રેજી શરાબની ૨૬૮ બોટલ સાથે એક શખ્સને ઝડપી લેતી એલસીબી

ખંભાળિયા તા. ૨૪ઃ દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાંથી દેવભૂમિ દ્વારકા એલસીબીએ અંગ્રેજી શરાબની ૨૬૮ બોટલ કબ્જે કરી છે. જથ્થા સાથે ઝડપાયેલા શખ્સે સપ્લાયરનું નામ ઓકી નાખ્યું છે.

દ્વારકા શહેરમાં એક મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો ૫ડયો હોવાની બાતમી દેવભૂમિ દ્વારકા એલસીબીના અજિત બારોટ, ભરત ચાવડા, અરજણભાઈને મળતાં પીઆઈ જે. એમ. ચાવડાની સૂચનાથી પીએસઆઈ એસ. વી. ગરચર, પીએસઆઈ પી. સી. સીંગરખીયા સહિતના સ્ટાફે ગઈકાલે દ્વારકાના પોલીસ સ્ટેશન રોડ પર આવેલા મહેમુદ નૂરમામદ ઉર્ફે મેમલા બાલાગામીયાના મકાનમાં દરોડો પાડયો હતો.

તે મકાનની તલાસીમાં એલસીબીને અંગ્રેજી શરાબની ૨૬૮ બોટલ તથા શરાબની હેરફેર માટે વાપરવામાં આવતી રિક્ષા અને મોબાઈલ સાથે આરોપી મહેમૂદ નૂરમામદ મળી આવ્યો હતો. એલસીબીએ કુલ રૃા. ૧,૪૨,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની પૂછપરછ કરતાં તેણે ઉપરોકત જથ્થો ભાણવડ તાલુકાના રાણપર ગામના લાખા રબારી પાસેથી લીધો હોવાની કબૂલાત કરી છે. બન્ને સામે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજિસ્૭ર કરાવાયો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit