Advertisement

જામનગર તથા કાલાવડના નપાણીયા ખીજડીયાના બેને હૃદયરોગનો હુમલો

જામનગર તા. ૨૪ઃ જામનગરના શાંતિનગરમાં રહેતાં એક વૃદ્ધ તેમજ કાલાવડના નપાણિયા ખીજડીયા ગામના એક યુવાનને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. જ્યારે જી. જી. હોસ્પિટલની પાછળથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.

જામનગરના ૫ટેલ કોલોની વિસ્તારની શેરી નંબર નવના છેવાડે આવેલા શાંતિનગરમાં વસવાટ કરતાં જયવંતસિંહ મજબૂતસિંહ જાડેજા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધને ગઈકાલે બપોરે છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેઓનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયાનું જાહેર થયું છે. આ વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજયાની નરેન્દ્રસિંહ મજબૂતસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે.

કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડિયા ગામના રહેવાસી રમેશભાઈ નાથાભાઈ આસોદરીયા (ઉ.વ.૪૬) નામના પટેલ યુવાન ગઈકાલે સાંજે પોતાની ડેરીએ હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવી જતાં તેમનું મૃત્યુ નિપજયાનું જગદીશભાઈ ગોરધનભાઈ આસોદરીયાએ પોલીસને જાહેર કર્યું છે. જામનગરની જી. જી. હોસ્પિટલમાં પાછળના ભાગે આવેલા પાણીના ટાંકા પાસેથી ગઈકાલે પચ્ચીસેક વર્ષના લાગતાં એક અજાણ્યા યુવાન મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતાં. સમાજ સેવક હિતેષ લાલગીરી ગોસાઈએ પોલીસને જાણ કરતાં મૃતદેહને પીએમમાં ખસેડવામાં આવ્યો છે અને પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit