| | |

'રાજેન્દ્ર રોડના વેપારીઓને ઓડ-ઈવન પદ્ધતિના અમલમાંથી મુક્તિ આપો'

જામનગર તા. ૨૩ઃ સમગ્ર રાજ્યની જેમ જામનગરમાં પણ લોકડાઉન-૪માં દુકાનો ખોલવા માટે ઓડ-ઈવન પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ જામનગર જેવા શહેરમાં આ પદ્ધતિથી નાના વેપારીઓને નુકસાન થઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. કારણકે લોકડાઉનમાં લગભગ સતત બે મહિના દુકાનો બંધ રહી હોવાથી નાના વેપારીઓ હવે તેમની આર્થિક ગાડીને દોડાવવા ઈચ્છે છે. ત્યારે ઓડ-ઈવન પદ્ધતિ તેમના માટે વધુ એક અવરોધ સમાન બની રહી છે. જામનગરમાં દરબારગઢ સર્કલ નજીક આવેલ રાજેન્દ્ર રોડના વેપારીઓ પણ આ અંગે મૂંઝાયા છે. રાજેન્દ્ર રોડ વેપારી એસોસિએશન દ્વારા ઓડ-ઈવન પદ્ધતિના અમલમાંથી તેમને મુક્તિ આપવા કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit