જામનગર તા. ૭ઃ જામનગર શહેર-જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે પોલીસે માસ્ક ન પહેરનાર અઠ્યાવીસ વ્યક્તિઓ સામે તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરાવતા પાંચ વેપારી સામે કાર્યવાહી કરવા ઉપરાંત દસ વાહનચાલકો સામે પણ કાયદાનો દંડો ઉગામ્યો છે.
જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી ગઈકાલે વિજય બાબુલાલ ખાનીયા, અમૃત કિશનભાઈ સોલંકી, પટેલપાર્કમાંથી મિહીર વિજયભાઈ પટેલ, યાદવનગરમાંથી મેરામણ જેઠાભાઈ કરંગીયા, હરેશ વાલજીભાઈ ગોરી, બેડીના રજાક હાસમ ગાધ, નુરમામદ હુશેન માલાણી નામના વ્યક્તિઓ માસ્ક પહેર્યા વગર મળી આવ્યા હતાં.
લાલપુરના રાહુલ રસીકભાઈ કંબોયા, જોડીયાના રોહિત ભરતભાઈ કાનાણી, જામજોધપુરના ગાંગાભાઈ સરમણભાઈ રબારી, કાલાવડના સંજય છગનભાઈ પટેલ, અર્જુનગીરી ભુપતગીરી ગોસ્વામી, કાદર રફીક મેમણ, મુસ્તુફા માકડા, મચ્છુબેરાજાના જશાભાઈ ધનાભાઈ ભરવાડ, સિક્કાના મુસ્તુફા હસન વાઘેર, પટીયાણ ગામના મથુરભાઈ દેવજીભાઈ પટેલ, પીપળીના બાલાભાઈ કમાભાઈ ચારણ, ગોકુલનગરવાળા કૈલાશ દેવજીભાઈ પરમાર, જામવાડીના દિપક સોમાભાઈ ચાવડા, ધ્રાફાના વિપુલ રમેશભાઈ કોળી, ખંભાલીડાના નિરૃભા વજુભા જાડેજા, સાવજુભા પ્રતાપસંગ જાડેજા, કાલાવડના સરફરાઝ સતાર સુમરા, ભલસાણ બેરાજાના લાલજીભાઈ ભાણાભાઈ રબારી, જામનગરના હરેશ વાલજીભાઈ ગોરી નામના વ્યક્તિઓ માસ્ક વગર નીકળ્યા હતાં.
નગરના પટણીવાડમાં રેંકડી રાખતા અબ્દુલ ઈકબાલ શેખ, કડીયાવાદમાં અમૃતલાલ ડાયાલાલ પરમાર, ભલસાણ બેરાજાના વાલજીભાઈ ભાણાભાઈ રબારી, નિકાવાના કૈલાશ રવજીભાઈ દેવીપૂજક , મહેબુબ ગફારભાઈ લખાના નામના વેપારીઓએ પોતાની દુકાનોમાં સોશ્યલ ડિસ્ટન્સ રખાવ્યું ન હતું.
ધ્રોલ પાસેથી રઝાક સુલેમાન સુમરા, આશીફ યુનુસ શેખ, જોડીયા પાસેથી હિતેષ અમરશીભાઈ રામાણી, મેઘપર પાસેથી માયાભાઈ દેસુરભાઈ માયાણી, ભાવેશ રવજીભાઈ રાવળદેવ નામના વાહનચાલકો વધુ મુસાફર બેસાડી જતા મળી આવ્યા હતાં.
દ્વારકા તાલુકાના રૃપેણબંદર પર ગઈકાલે સુરજકરાડી ગામનો ગજુભા સામરાભા માણેક પોતાના માલવાહક વાહનમાં મુસાફર બેસાડીને જતો હતો. તેણે વધુ મુસાફર બેસાડવા ઉપરાંત માસ્ક પણ ધારણ કર્યું ન હતું. પોલીસે તેની સામે ગુન્હો નોંધ્યો છે. જયારે ઓખામાં વધુ મુસાફર બેસાડીને જતાં ભાવુભાઈ મુળુભાઈ વીકમા, દ્વારકામાંથી રિક્ષામાં વધુ મુસાફર બેસાડીને પસાર થતા જગદીશ લાલજીભાઈ પરમાર, સુરજકરાડીમાંથી વનરાજભાઈ ગગુભા હાથલ, મુકેશ નથુભાઈ કોટેજા નામના વાહનચાલકો પણ પોલીસની ગીરફતમાં આવ્યા હતાં.
સલાયામાંથી ઝુબેર જુસબ સંઘાર, કલ્યાણપુરના ચપર ગામના અરજણભાઈ વાલાભાઈ વાઘેલા નામના વ્યક્તિઓ માસ્ક પહેર્યા વગર મળી આવ્યા હતા અને કલ્યાણપુરના રાવલમાં ભરત દયારામ મોઢાએ પોતાની ફળની રેંકડીએ ગ્રાહકોની ભીડ એકઠી કરી હતી.