Advertisement

નગરમાં મહત્તમ તાપમાન ૩૪.૫ ડિગ્રીઃ અસહ્ય ઉકળાટ

જામનગર તા. ૨૪ઃ જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૫ ટકાએ રહેતા જનતાએ અસહ્ય ઉકળાટની અનુભૂતિ કરી હતી. મહત્તમ તાપમાન ૩૪.૫ ડિગ્રીએ સ્થિર રહ્યું હતું.

જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ચાર ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૫ ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે અસહ્ય ઉકળાટની અનૂભૂતિ જનતાએ કરી હતી. પંખા, એસીથી દૂર માત્ર થોડીવાર કામ કરવાની સાથે જ લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતાં. અસહ્ય બફારામાંથી રાહત મળે તે માટે નગરજનોએ એસી, પંખા સહીતના વિજ ઉપકરણોનો સહારો લીધો હતો.

જામનગરમાં આજે સવારે પૂરા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાન ૩૪.૫ ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. એક ડિગ્રી ઘટીને લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૨૦ થી ૨૫ કિ.મી.ની રહેવા પામી હતી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit