Advertisement

આરંભડાની સીમમાં ટ્રકમાંથી બે બેટરીની થઈ ગઈ ચોરી

જામનગર તા. ૧૩ઃ ઓખામંડળના આરંભડામાં જીઆઈડીસી પાસે પાર્ક કરવામાં આવેલા એક ટ્રકમાંથી સોમવારની રાત્રે બે બેટરી કાઢી જવામાં આવી છે. ટ્રાન્સપોર્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામની સીમમાં ગાયત્રીનગરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા સત્તારભાઈ હુસેનભાઈ ઉઢા નામના આસામીએ પોતાનો જીજે૧૦-ડબલ્યુ-૬૯૯૬ નંબરનો ટ્રક આરંભડા જીઆઈડીસી પાસે પેટ્રોલ પંપની પાછળના રોડ પર રાખ્યો હતો.

તે ટ્રકમાંથી જુદી જુદી બે કંપનીની બેટરી સોમવારની રાત્રે કોઈ શખ્સો કાઢી જતાં ગઈકાલે સત્તારભાઈએ મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ રૃપિયા ૫૫૦૦ની બેટરી ચોરી કરી જવા અંગે અજાણ્યા તસ્કર સામે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit