ચેક પરતના કેસમાં નવ મહિનાની કેદ

જામનગર તા. ૧૫ઃ જામનગરમાં બ્રાસપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા એક આસામીને અદાલતે ચેક પરતના કેસમાં નવ મહિનાની કેદની સજા ફટકારી છે.

જામનગરમાં બ્રાસપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા અનિલ ધીરૃભાઈ મીણીયાએ પોતાની આર્થિક જરૃરિયાત માટે મિત્ર મિલનભાઈ વસંતભાઈ જોઈસર પાસેથી વગર વ્યાજે રૃા. ત્રણ લાખ ઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. પોતાની રકમ પરત મેળવવા મિલનભાઈએ નોટીસ પાઠવી હતી તેમ છતાં અનિલ ઉર્ફે કિશોર મીણીયાએ રકમ નહીં ચૂકવતા અદાલતમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઉપરોક્ત કેસ ચાલી જતા નવમા ચીફ એડી. જજ બી.કે. જાદવે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી આરોપીને તકસીરવાન ઠરાવી નવ મહિનાની કેદની સજા ફટકારી છે. તેમજ રૃા. ત્રણ લાખની રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો છે. ફરિયાદી તરફથી વકીલ નીતલ ધ્રુવ, ડેનીસા ધ્રુવ, ધર્મેશ કનખરા, વિપુલ ગંઢા વિગેરે રોકાયા હતાં.

close
Ank Bandh
close
PPE Kit